Sunday, Sep 14, 2025

ઇઝરાયેલના ભીષણ હુમલાથી હવે હિજબુલ્લાના બદલાયા સૂર, જાણો સમગ્ર મામલો ?

2 Min Read

ઇઝરાયેલી સેનાએ દક્ષિણી લેબનોનમાં જોરદાર હવાઈ હુમલા કર્યા છે. ઇઝયારેયલી સુરક્ષા દળોએ લેબનોનમાં હિજબુલ્લાના અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટરો પર અનેક એર સ્ટ્રાઇક કરી છે. આ સૈન્ય કાર્યવાહીમાં 50થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં હિજબુલ્લાના સાઉથ ફ્રન્ટ અને રાડવાન ફોર્સના છ સિનિયર કમાન્ડર પણ સામેલ છે. જેથી હિજબુલ્લા હવે શાંતિની વાત કરી રહ્યું છે.

Israel Humas War: ગાઝામાં યુદ્ધ વિરામ બાદ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યા ભીષણ હુમલા; ઓછામાં ઓછા 60 લોકોના થયા મોત-Fierce attacks by Israel after cease ire in Gaza At least 60 ...

ઇઝરાયેલે દક્ષિણી લેબેનોનમાં જમીની હુમલા પણ શરૂ કર્યા છે, જે સતત જારી છે. એ દરમ્યાન હિજબુલ્લાએ કહ્યું હતું કે એણે તેના મૃતક કમાન્ડરોને સ્થાને નવી નિમણૂકો કરી દીધી છે. બીજી બાજુ ઇઝરાયેલી સેનાએ ભૂમધ્ય સાગરના 60 કિલોમીટર ક્ષેત્રમાં નિવાસીઓએ તથા માછીમારોને સમુદ્ર તટથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે એક બ્રિફિંગમાં કહ્યું હતું કે હિજબુલ્લાના મંગળવારના યુદ્ધવિરામના આહવાનથી સ્પષ્ટ માલૂમ પડે છે કે આતંકવાદી જૂથ બેકફૂટ પર જઈ રહ્યું છે. હિજબુલ્લાના ઉપનેતા નઇમ કાસિમનું કહેવું છે કે અમારા જૂથની ક્ષમતા હજી પણ યથાવત્ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇઝરાયેલના હુમલા પછી ઇઝરાયેલી જમીની ઘૂસણખોરી કરવા માટે પાછળની તરફ ધકેલી રહ્યા છે.

લેબનોનના દક્ષિણમાં ઇઝરાયેલને દક્ષિણ વિસ્તારમાં હીઝબુલ્લાહે છોડેલા શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો છે. ઇઝરાયેલને શંકા છે કે હીઝબુલ્લાહ પણ તેના પર હમાસની જેમ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતું. હીઝબુલ્લાહે ઇઝરાયેલના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર હાઇફા પર ૩૦૦થી વધુ મિસાઇલ છોડયા. ઇઝરાયેલની સંરક્ષણ પ્રણાલિ પાંચ મિસાઇલને રોકવામાં નિષ્ફળ રહી હતી. પહેલી ઓક્ટોબરના રોજ ઇરાને ઇઝરાયેલ પર 180થી વધુ ઇઝરાયેલી ઠેકાણાઓ પર બોમ્બાર્ડિંગ કર્યુ હતું. ઇઝરાયેલ અત્યાર સુધી આ પ્રકારના રોકેટ અને મિસાઇલ મારાથી તેને બચાવવામાં સફળ રહ્યુ છે. તેના પર આ પ્રકારનો ત્રીજો હુમલો છે. ગયા વર્ષે હમાસે સાતમી ઓક્ટોબરના રોજ એક સાથે પાંચ હજાર રોકેટ છોડયા હતા. ઇઝરાયેલ આ ત્રણેય વખત તેના કારીબરોને પરત લેવા સંમત છે.

આ પણ વાંચો :-

Share This Article