કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં CBIએ પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
મહત્વની વાત એ છે કે, તેમાં માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત છે. ચાર્જશીટમાં ગેંગ રેપનો કોઈ ઉલ્લેખ નથી. CBIની ચાર્જશીટ પ્રમાણે આ કેસના મુખ્ય આરોપી સંજય રોયે જ પીડિત ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. અધિકારીઓએ આજે આ જાણકારી આપી છે. કોલકાતાની એક સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં CBIએ કહ્યું કે, સ્થાનિક પોલીસ સાથે વોલેન્ટિયર તરીકે કામ કરનાર રોયે 9 ઓગષ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં આ ઘટનાને કથિત રીતે અંજામ આપ્યો હતો.
જુનિયર ડોક્ટર ગયા શુક્રવારે ધર્મતલા સ્થિત ડોરિના ક્રોસિંગ પર બેઠા હતા. તેમણે પશ્ચિમ બંગાળ સરકારને વચન મુજબ તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. આ અંગે એક જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આપેલી સમય મર્યાદામાં તેમની માંગણીઓ પૂરી કરી નથી. તેથી, અમે અમારી માંગણીઓને પૂર્ણ કરવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ઉપવાસ શરૂ કરી રહ્યા છીએ, અમે સ્ટેજ પર સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે જ્યાં તેમના ડૉક્ટર સાથીદારો ઉપવાસ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ કથિત રીતે આ ગુનો ત્યારે કર્યો હતો જ્યારે ડોક્ટર રાત્રે જમ્યા બાદ હોસ્પિટલના સેમિનાર હોલમાં આરામ કરવા ગયા હતા. CBIના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રોયને મુખ્ય આરોપી તરીકે નામાંકિત કરનારી ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં અન્ય કોઈ શંકાસ્પદ સંડોવાયેલા છે કે કેમ તે અંગે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-