ઈઝરાયલ ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ મોડી રાત્રે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન પણ માર્યો ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ઈઝરાયલની મીડિયાએ આ દાવો કર્યો છે. આજે ઈઝરાયલ હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ પ્રમુખ નસરાલ્લાહના અંતિમ સંસ્કાર થવાના છે. એવું માનવામાં આવે છે કે આજે નસરલ્લાહને દફનાવવામાં આવશે. તેમજ આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની તેહરાન ભાષણ આપશે. માં બોલવા જઈ રહ્યા છે. નસરાલ્લાહના મોત બાદ ખામેનીને એક ગુપ્ત સ્થળે લઇ જવામાં આવી હતી. ત્યાર બાદ ખામેની પહેલી વાર દેખાશે.
અહેવાલો અનુસાર, ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશિમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલી સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વેસ્ટ બેંક તુલકારમ પર ઈઝરાયલના હુમલામાં હમાસ નેટવર્કના વડાને ઠાર કરાયો છે. હમાસ આતંકીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફી થઈ છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે, ‘જો ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.’ જો કે, જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં.
આ પણ વાંચો :-