તાજેતરમાં જ લોન્ચ iPhone 16 ને લઈ લોકોમાં એક અલગ જ પ્રકારની દિવાનગી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે દિલ્હી એરપોર્ટથી iPhone 16 Pro Maxની દાણચોરીની ઘટના સામે આવી છે. વાસ્તવમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દેશમાં iPhone 16 Pro Maxની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર લોકોની અટકાયત કરી છે. વીડિયોમાં અધિકારીઓ બોક્સમાં iPhones સાથે રેપર ખોલતા અને કુલ 12 Apple iPhones એક પછી એક બહાર કાઢતા જોવા મળે છે. આ ઘટના 1 ઓક્ટોબરની છે જ્યારે કસ્ટમ્સે દિલ્હી એરપોર્ટ પર એક જ દિવસમાં 38 iPhone 16 Pro Max જપ્ત કર્યા હતા.
દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ 1 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1464 પર આવતા ચાર મુસાફરો પાસેથી 12 iPhone 16 Pro Max જપ્ત કર્યા છે. આ લોકો આ ફોનને ગુપ્ત રીતે ભારત લાવવા માંગતા હતા. કસ્ટમ અધિકારીઓએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક સૂચનાના આધારે કસ્ટમ અધિકારીઓએ હોંગકોંગથી દિલ્હી આવી રહેલી મહિલા મુસાફરને રોકીને તેની તલાશી લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી અંદાજે 44 લાખ 81 હજાર 556 રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી છે કે, જપ્ત કરાયેલા તમામ આઇફોનની કિંમત અંદાજે 3 કરોડ 6 લાખ 66 હજાર 328 રૂપિયા છે. iPhone 16 Pro Max એ Appleનો શ્રેષ્ઠ ફોન છે જે ગયા મહિને જ લોન્ચ થયો હતો. જો બાકીના 12 ફોન (લગભગ 14 લાખ 15 હજાર રૂપિયા)ની કિંમત પણ ઉમેરીએ તો કુલ કિંમત 4 કરોડ 48 લાખ 1 હજાર 556 રૂપિયા થાય છે.
આ પણ વાંચો :-