આજથી નવદુર્ઘાની આરાધનાનો તહેવાર નવરાત્રી શરુ થયો છે. નવ રાત સુધી ખેલૈયાઓ ગરબે રમીને જગતજનની જગદંબાની આરાધના કરશે. તો બીજી તરફ ગુજરાતના માથે હજી પણ વરસાદી વિલન બનીને ફરી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ આજે વરસાદની આગાહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવરાત્રીના પહેલા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ તેમજ દીવમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો :-