પુણેના બાવધન બુદ્રુક ગામમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર છે. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ ધુમ્મસના કારણે આ દુર્ઘટના થઈ છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હાલ આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને અકસ્માતનું સાચું કારણ સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના સવારે 7 વાગ્યે બની જ્યારે હેલિકોપ્ટર પુણેના બાવધન ગામ પહોંચ્યું. પરંતુ જમીન પર વિઝિબિલિટી ઘણી ઓછી હોવાથી પાયલટને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હતું. જે તસવીરો સામે આવી છે તે મુજબ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે.
આ પહેલા 24 ઓગસ્ટે પુણેમાં હેલિકોપ્ટર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનગી કંપનીનું આ હેલિકોપ્ટર મુંબઈના જુહુથી હૈદરાબાદ માટે ઉડ્યું હતું. આ દુર્ઘટનાનું કારણ હવામાન અને તકનીકી ખામી હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. બાદમાં તેમાં પણ આગ લાગી હતી. પાયલટ આનંદ તેને ચલાવી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
આ પણ વાંચો :-