વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યાથી આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં તેમણે સૌથી પહેલા તો તેમના આ પ્રોગ્રામમાં જળ શક્તિ, જળ સંરક્ષણ, નારી શક્તિથી શરૂઆત કરી. તેમણે મધ્યપ્રદેશના છત્તીસગઢ ગામમાં મહિલાઓના જળ સંરક્ષણની વાત કરી.
કાર્યક્રમમાં આજે પીએમ મોદી દ્વારા પોંડિટેરીના સમુદ્ર તટ પર સફાઈ અભિયાનની ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે મ્યુનિસિપાલિટી અને આસપાસના વિસ્તારના યુવાનો દ્વારા આ અભિયાનનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. સાથેજ કહ્યું કે આપણે આપણી આસપાસ જોઈએ તો ખબર પડે છે કે દેશના દરેક ભાગમાં કોઈને કોઈ સ્વચ્છતાને લઈને અનોખો પ્રયાસ કરી રહ્યું છે. વધુમાં એવું પણ કહ્યું કે હવે 2 ઓક્ટોમ્બરે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોને અભિનંદન પાઠવવાનો છે, જે લોકોએ ભારતના ઈતિહાસનું આ સૌથી મોટું જન આંદોલન બનાવ્યું.
આ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014માં થઇ હતી. આ કાર્યક્રમને 22 ભારતીય ભાષા અને 29 બોલી સિવાય 11 વિદેશી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે જેમાં ફ્રેન્ચ, ચીની, ઇન્ડોનેશિયાઇ, તિબ્બતી, બર્મી, બલૂચી, અરબી, પશ્તૂ, ફારસી, દારી અને સ્વાહિલી સામેલ છે. ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધુ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, આજે લોકો રિડ્યૂઝ અને રીયૂઝ તેમજ રીસાયક પર વાત કરી રહ્યા છે. આ ખરેખરમાં સ્વચ્છ ભારત મિશનની સફળતા છે. આજે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલી છે. પીએમ મોદીએ કહ્યું કે આના ઉદાહરણમાં મને કોઝિકોડમાં એક શાનદાર પ્રયાસની ખબર પડી છે. કેરળના 74 વર્ષના સુબ્રમણ્યમજીએ 23 હજાર કરતા વધુ ખુરશીઓની રિપેર કરીને ફરી તેને ઉપયોગી બનાવી. લોકો તેમને રિડ્યૂસલ, રિયૂઝ અને રીસાયકલના ટ્રિપલ ચેંપિયન કહે છે. તેમના આ અનોખા પ્રયાસને કોઝીકોડના સિવિલ સ્ટેશન, પીડબ્લૂડી અને એલઆઈસીમાં જોઈ શકાય છે.
આ પણ વાંચો :-