ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા શુક્રવાર (27મી સપ્ટેમ્બર)ની રાતથી 36 જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા અલગ અલગ 9 વિસ્તારોમાં દબાણ હટાવાયા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે.

સોમનાથના હાજી મંગરોલીશા પીર, હઝરત માઇપુરી, સિપે સાલાર, મસ્તાનશા બાપુ, જાફર મુઝાફર અને ઇદગાહ ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરી વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસપાટણ શહેરી વિસ્તારમાં 28મીથી 30મી સપ્ટેમ્બર સુધી ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધ મુક્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 તથા આઈ.ટી. એકટની કલમ-66(એ) મુજબ શિક્ષાને પાત્ર થશે.
આજે વહેલી સવારથી દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. પાંચ ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે. મહત્વની વાત એ છે કે, મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP અને 50 PI-PSI બંદોબસ્તમાં હતા . આ સાથે સાથે દબાણની કામગીરી દરમિયાન 1200 પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યાં હતા. વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ છે.
આ કામગીરીમાં બાધા બનેલ એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મેગા ડિમોલિશનમાં 05 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેકટર, 10 ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગમાં લેવામાં આવી છે. આ સાથે ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરથી આવર-જવરને પણ બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		