ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ખતરનાક થઇ રહ્યું છે. ત્યારે યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં તણાવમાં સ્પષ્ટપણે વધારો જોવા મળી રહ્યો છે. ભારતના બેરૂત દૂતાવાસે, ભારતીય નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની સલાહ આપી છે. આ સુચના એડવાઈઝરી ફોર્મેટમાં જારી કરવામાં આવી છે, જેમાં વધુમાં જણાવાયું છે કે, ભારતીય નાગરિકોએ, જે લેબનોનમાં હાજર છે, તેમણે જલ્દી જ આ દેશ છોડવાનું મન બનાવવું જોઈએ.
દૂતાવાસે એક ટ્વિટની મદદથી અહીં રહેતા ભારતીઓને સંદેશ આપ્યો છે કે, ‘પ્રદેશમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગળની સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરવા અને ત્યાં રહેલા તમામ નાગરિકોને લેબનોન છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર અટક્યા હોય, તો તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ જલ્દી જ શક્ય હલચલ બંધ કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.’
હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે લગભગ એક વર્ષ થઈ ગયો છે, પરંતુ હાલની સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. ઇઝરાયેલી સેના હવે હિઝબુલ્લાહને સ્પષ્ટ રૂપે નિશાન બનાવી રહી છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા હુમલાઓમાં, લેબનોનમાં અત્યાર સુધી અંદાજે 600 જેટલા લોકોના મોત થયાં છે, જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે. લેબનાના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આ હુમલાને ‘નરસંહાર’ તરીકે ગણાવ્યો છે.
હમલાઓમાં વોકી-ટોકી, રેડિયો, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલી સેના હિઝબુલ્લાહના વિવિધ સ્થળોએ વિસ્ફોટક હુમલા કરી રહી હતી. 20 સપ્ટેમ્બરએ બેરૂતમાં એક મોટો હુમલો થયો, જેમાં હિઝબુલ્લાહના રદવાન યુનિટને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-