Saturday, Sep 13, 2025

ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં 300થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો, 100 લોકોના મોત

3 Min Read

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લાહ પર દબાણ લાવવા માટે, ઇઝરાયલે લેબનોનમાં 300 ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ દાવો ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી થયેલા હુમલા અંગે કોઈ માહિતી સામે આવી નથી.

Israel-Hezbollah conflict: Abandoned houses, scorched forests hint at war | World News - Business Standard

હુમલા અંગે માહિતી આપતા લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ તેના દક્ષિણી વિસ્તારના ગામો અને નગરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં તેના 100 નાગરિકો માર્યા ગયા છે. આ સિવાય 300 લોકો ઘાયલ થયા છે. આ લોકોમાં બાળકો, મહિલાઓ અને ઇમરજન્સી કામદારોનો સમાવેશ થાય છે. હાલમાં આ પ્રાથમિક આંકડો છે અને મૃત્યુઆંક વધી શકે છે. મંત્રાલયનું કહેવું છે કે માત્ર પ્રારંભિક સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં લેબનોનના દક્ષિણ વિસ્તાર ઉપરાંત પૂર્વોત્તર વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.

ગાઝા યુદ્ધની અસર સહન કરી રહેલા પશ્ચિમ એશિયામાં બીજા મોરચે હુમલાઓ અને વળતા હુમલાઓ તીવ્ર બન્યા છે. લેબનોન તરફી લેબનીઝ હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. બંનેએ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને અવગણીને એકબીજાની સરહદ પર હુમલા વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહની કમર તોડી નાખવા માટે કટિબદ્ધ છે, જે પોતાની સામે હમાસને ટેકો આપવા ઉભો થયો છે. ઈઝરાયેલે સતત કેટલાય દિવસોથી હિઝબુલ્લાહ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી છે. પહેલા પેજર, પછી વાયરલેસ સિરિયલ બ્લાસ્ટ અને પછી હવાઈ હુમલા. સાથે જ હિઝબુલ્લાહના ચીફ નસરાલ્લાહે પણ પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.

રવિવારે, હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં 100 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ રોકેટ ઈઝરાયેલના હાઈફા શહેર નજીક પડ્યા હતા. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. રોકેટ હુમલા બાદ હિઝબુલ્લાહના ડેપ્યુટી લીડર નઈમ કાસિમે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી હતી. જવાબી કાર્યવાહીમાં, ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં એરબેઝ અને લશ્કરી ઉત્પાદન સુવિધાઓનો સમાવેશ થાય છે.

લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દક્ષિણી વિસ્તારોમાં ઇઝરાયેલના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે હિઝબુલ્લાએ પુષ્ટિ કરી હતી કે તેના બે લડવૈયાઓ માર્યા ગયા છે. ઇઝરાયેલી દળો અને હિઝબુલ્લાએ 20 સપ્ટેમ્બરે ઉત્તરી ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો. લેબનોનમાંથી રાતોરાત 150થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ પછી, ગુસ્સે ભરાયેલા ઇઝરાયેલી સેનાએ વળતો હુમલો કર્યો અને હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ઇબ્રાહિમ અકીલને મારી નાખ્યો. ઈબ્રાહિમ અકીલ હિઝબુલ્લાહનો સેકન્ડ-ઈન-કમાન્ડ છે, જે સીધો ચીફ હસન નસરાલ્લાહને રિપોર્ટ કરે છે.

આ પણ વાંચો :-

Share This Article