આજથી ભારતમાં Appleની iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. કંપનીએ તેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ ‘ઇટ્સ ગ્લોટાઇમ’માં 9 સપ્ટેમ્બરે AI ફીચર્સ સાથે iPhone 16 સિરીઝ લોન્ચ કરી હતી. વેચાણ શરૂ થાય તે પહેલા જ મુંબઈના BKC સ્થિત સ્ટોરમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આવું જ દ્રશ્ય દિલ્હીમાં પણ જોવા મળ્યું હતું. એપલ સ્ટોર ખુલતા પહેલા જ લોકો વહેલી સવારે સ્ટોરની બહાર દોડતા જોવા મળ્યા હતા. આવો જ ક્રેઝ છેલ્લી વખત જ્યારે iPhone 15 લૉન્ચ થયો ત્યારે પણ જોવા મળ્યો હતો.
કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં તમને ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. જો કે, એક વસ્તુ એપલે આઇફોનના સમગ્ર ઇતિહાસમાં પ્રથમ વખત કરી છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ જૂના આઇફોન કરતાં ઓછી કિંમતે નવો આઇફોન લોન્ચ કર્યો છે. ખાસ કરીને ભારતમાં આવું બન્યું છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષની સમાન કિંમતે તેના ફોન લોન્ચ કર્યા હતા. એટલે કે ભાવમાં કોઈ વધારો થયો નથી, પરંતુ આ વખતે આખી રમત બદલાઈ ગઈ છે.
iPhone 16 ની કિંમત ₹79,900થું શરુ થાય છે, જે 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેના 256GB અને 512GB વેરિયન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹89,900 અને ₹1,09,900 છે. iPhone 16 Plus ની કિંમત ₹89,900 થી શરૂ થાય છે, અને તેના 256GB અને 512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹99,900 અને ₹1,19,900 છે.
iPhone 16 Pro ની કિંમત ₹1,19,900 થી શરૂ થાય છે, અને તે 128GB, 256GB, 512GB અને 1TB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹1,29,900, ₹1,49,900 અને ₹1,69,900 છે. iPhone 16 Pro Max ની કિંમત ₹1,44,900 થી શરૂ થાય છે, અને તેના 512GB અને 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹1,64,900 અને ₹1,84,900 છે.
આ પણ વાંચો :-