પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.

આ બીજી શ્રેણીના વિસ્ફોટોમાં લેબનોનના 20 લોકોના મોત થયા છે. તેમજ 450 થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટાભાગના વિસ્ફોટો ત્યારે થયા જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડરો આ ઉપકરણોને તેમના હાથમાં પકડી રાખતા હતા. હિઝબુલ્લાહે 5 મહિના પહેલા જ તે ખરીદ્યા હતા. પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ બાદ અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે.
મંગળવારે અચાનક લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરૂ થયું હતું. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે એ વાતને નકારી કાઢી છે કે તેમને લેબેનોનમાં થયેલા વિસ્ફોટ વિશે અગાઉથી જાણકારી હતી. સીએનએનનો દાવો છે કે પેજર બ્લાસ્ટ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને ઈઝરાયેલની સેનાએ સંયુક્ત રીતે કર્યો હતો. ઇઝરાયલે તેને સ્વીકાર્યું નથી, પરંતુ તેમાં તેની સંડોવણીનો ઇનકાર પણ કર્યો નથી. પેજર બ્લાસ્ટ પછી પેજર પર તાઈવાની કંપની ગોલ્ડ એપોલોના લેબલ જોવા મળ્યા હતા. જ્યારે તાઈવાનને આ વિષે પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલે તાઈવાનને હુમલા અંગે અગાઉથી જાણ કરી હતી. તેના પર તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ બ્લાસ્ટ અંગે અગાઉથી કોઈ જ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો :-