હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ પૂરા જોરશોરથી તેની તૈયારીઓ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ પાછળ દેખાતી નથી. કોંગ્રેસે હરિયાણા ચૂંટણીને લઈને ગેરંટી પત્ર જારી કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પાર્ટીની 7 ગેરંટીઓની ગણાવી હતી.
મોંઘવારીનું ભારણ ઘટાડવા માટે સિલિન્ડર પણ 500 રૂપિયા કરી આપીશું. લોકોની મુશ્કેલી ઘટાડવા માટે વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવાઓને 6 હજાર રૂપિયા પેન્શન ચૂકવાશે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા ઓપીએસ લાગુ કરાશે. યુવાઓને શ્રેષ્ઠ ભવિષ્ય આપીશું. 2 લાખ ખાલી પદો પર ભરતી બહાર પાડશું અને હરિયાણાને નશામુક્ત કરવાના પ્રયાસ કરીશું. આ સાથે કોંગ્રેસે આ રાજ્યમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો હતો.
- 300 યુનિટ સુધીની મફત વીજળી અને 25 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે.
- મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.
- 2 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ડ્રગ ફ્રી હરિયાણાની પહેલ કરવામાં આવશે.
- વૃદ્ધાવસ્થા, વિકલાંગતા અને વિધવા પેન્શન પેટે રૂ. 6000 ફાળવશે. જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવશે.
- જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ક્રિમી લેયરની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવશે.
- લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાયદેસર રીતે અમલી બનાવાશે. પાક પર તાત્કાલિક ધોરણે વળતર મળશે.
- ગરીબો માટે આવાસ લાવશે. 100 યાર્ડનો પ્લોટ આપવામાં આવશે. રૂ. 3.5 લાખની કિંમતના બે રૂમના મકાન આપવામાં આવશે.
આ પણ વાંચો :-