સુરતમાં ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના આરોપીઓની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ચિટીંગ કરતી સુરતની ટોળકી ઝડપાઈ છે. સોશિયલ મીડિયાનો યુઝ કરી ફેસબુક તથા વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી સટોક માર્કેટમાં રોકાણના બહાને કતારગામ, સિંગણપોર વિસ્તારના ચાર ઠગોની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ ખૂબજ ચાલાકીથી વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમ આપતા સાથે જ નબળા, અને જરૂરીયાતમંદોને રૂ.5 થી 10 હજારની લાલચ આપી એકાઉન્ટ ખોલાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવતા. ત્યાર બાદ તેમાં રૂ.2 થી 3 હજારનો ફાયદો બતાવી મોટા પાયે રોકાણ કરાવ્યા બાદ રોકાણ કરેલા રૂપિયા પરત મેળવવા હોય તો કંપનીના નિયમ પ્રમાણે વધુ પૈસા જમા કરાવવા પડશે તેવું કહી સોશિયલ મીડિયામાં માધ્યમ થી તેમને બ્લોક કરી ઠગાઈ કરતા હતા, ચિટીંગ કરના જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર અને હાલ સુરતના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મલો ઉર્ફે મૌલીક ડોબરીયા, ઘનશ્યામ ઉર્ફેજ લાલો નારોલા, અભિષેક ઉર્ફે અભી આજગીયા અને યજ્ઞેશ શીયાણીયાની સુરત ની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છત્તીસગઢ સાયબર પોલીસને સોંપ્યા હતા. હાલ જેમની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી રહી છે.
ચારેયમાં આરોપી અભિષેક અગાઉ પણ એક ગુનામાં સંડાવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા અભિષેકની જીએસટી નંબરનો દુરુયોગ કરી 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું, આરોપી અભિષેકનો જીએસટીનો આઈડી-પાસવર્ડ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાયેલા ભાવેશ ઉર્ફે મુસો કાકડીયાને આપી દીધા હતા. આ પ્રકરણમાં અભિષેક દુબઈના સૂત્રધાર બાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે અગાઉ દુબઈ પણ ગયો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચે ચારેયનો કબજો છત્તીસગઢ સાયબર પોલીસને સોંપતા ચારેયના ચાર દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી રવાના કર્યા છે.
આ પણ વાંચો :-