Saturday, Sep 13, 2025

મણિપુરમાં ઈન્ટરનેટ બંધ-કર્ફ્યૂ રિટર્ન, RAF જવાનો તહેનાત

3 Min Read

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી છે. પથ્થરમારો સતત ચાલુ છે. ભીડને વિખેરવા માટે બીજી બાજુથી પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. સમગ્ર મણિપુરમાં 15 સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મણિપુરમાં 3 મે 2023થી હિંસાની શરૂઆત થઈ હતી. પરંતુ 16 મહિના પછી પણ રાજ્યમાં શાંતિ સ્થપાઈ નથી. શનિવારે જીરીબામ જિલ્લામાં તાજેતરની હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. મણિપુરની પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બંને સમુદાયો પાસે હવે એવા શસ્ત્રો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધમાં થાય છે. સેના એટલી લાચાર છે કે તેણે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવી પડી છે. લોકોએ પહાડો અને ખીણોમાં બંકરો બનાવ્યા છે.

મણિપુરમાં ઈન્ટરનેટ બૅન-કર્ફ્યૂ રિટર્ન, લેટેસ્ટ હિંસામાં મૃત્યુઆંક 8ને પાર, 2000 જવાનોની તહેનાતી 1 - image

આ સાથે જ તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોને બુધવારથી બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સોમવારે ઇમ્ફાલમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ડ્રોન-મિસાઇલ હુમલા કરનારાઓ સામે પગલા લેવાની માગણી કરીને રેલી કાઢી હતી. આ દરમિયાન તમામ પ્રદર્શનકારીઓએ રાજ ભવન તરફ રેલી કાઢી હતી. જે દરમિયાન તેમને વચ્ચે જ સુરક્ષાદળોએ અટકાવી દીધા હતા, પરીણામે સામસામે ભારે ઘર્ષણ થયું હતું, પોલીસ અને સુરક્ષાદળોએ ટીયર ગેસના શેલ છોડયા હતા. મણિપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શનો થયા હતા, વિદ્યાર્થીઓએ પુતળા ફૂંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છ તારીખે મોઇરંગમાં હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યંુ હતું. મણિપુરના પ્રથમ મુખ્યમંત્રીના ઘર પર પૂજા કરી રહેલા એક વ્યક્તિની હત્યા થઇ હતી, ટ્રોઉંંગલાઓબી ગામમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ભારે નુકસાન થયું હતું, જોકે કોઇ પણ વ્યક્તિ ઘાયલ નહોતું થયું.

મણિપુરમાં છેલ્લા 16 મહિનાથી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે હજારો લોકો વિસ્થાપિત થયા છે, એક વર્ષથી અનેક લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે. મૈતેઇ અને કૂકી આદિવાસીઓ વચ્ચે આ હિંસા ફાટી નીકળી હતી, જે દરમિયાન મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવા સહિતની અત્યંત જઘન્ય અપરાધની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. તાજેતરમાં ડ્રોન અને મિસાઇલ હુમલા વધી રહ્યા છે, જેમાં હાલમાં આઠ લોકો માર્યા ગયા છે. લોકો હવે હિંસાને અટકાવવાની માગણી સાથે પણ પ્રદર્શન કરી રહ્યા છે, સોમવારે મુખ્યમંત્રી અને રાજ્યપાલના નિવાસ સ્થાનને ઘેરવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ બે હજાર જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article