Friday, Oct 24, 2025

કંગના રણૌતની ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધ, ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ અટકાવવામાં આવ્યું

3 Min Read

ભાજપનાં સાંસદ અને પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ‘ઈમર્જન્સી’ની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ ફિલ્મને મંજૂરી આપી હતી, પરંતુ તે પછી સર્ટિફિકેશન હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કંગનાની આ ફિલ્મ આગામી ૬ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી.

કંગનાએ 'ઇમરજન્સી' ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં તેણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. શીખ સમુદાયના લોકોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમુદાયના લોકોની છબી ખોટી રીતે બતાવવામાં આવી છે. એમપીના જબલપુર શીખ સંગે શુક્રવારે જબલપુરમાં રેલી કાઢી અને કલેક્ટર કચેરી પહોંચી. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના બળાત્કારના નિવેદન પર નિંદા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આવા વ્યક્તિને સંસદમાં બેસવા ન દેવો જોઈએ.

રોબર્ટ વાડ્રાએ કહ્યું, ‘તે (કંગના) એક મહિલા છે. હું તેમને માન આપું છું. પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી. તેઓ શિક્ષિત નથી. મને લાગે છે કે તે લોકો વિશે વિચારતી નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. તેઓએ મહિલાઓ વિશે વિચારવું જોઈએ. મારી અપીલ છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે આગળ વધે.

અહીં કંગના રનૌતે પોતાની ફિલ્મ ઈમરજન્સીના સર્ટિફિકેશન પરના પ્રતિબંધ પર સોશિયલ મીડિયા પર આવી છે અને કહ્યું છે કે, ઠએક અફવા ઉભી થઈ રહી છે કે અમારી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે, પરંતુ આ સાચું નથી, હકીકતમાં અમારી ફિલ્મ ક્લિયર થઈ ગઈ હતી પરંતુ તેની સર્ટિફિકેટ રોકી દેવામાં આવ્યું છે કારણ કે ઘણી ધમકીઓ આવી રહી છે, જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, સેન્સર બોર્ડને પણ ગંભીર ધમકીઓ મળી રહી છે, અમારા પર ઈન્દિરા ગાંધીની હત્યા ન બતાવવાનું દબાણ છે, પંજાબમાં રમખાણો ન બતાવવાનું, મને ખબર નથી કે શું બતાવવું, એવું શું થયું કે ફિલ્મ અચાનક બ્લેક આઉટ થઈ ગઈ, આ અવિશ્વસનીય છે, મને માફ કરજો.

આ પણ વાંચો :-

Share This Article