સુપ્રીમ કોર્ટે કોલકાતાના આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકારને ઠપકો આપ્યો હતો. પરિસ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા.
સુનાવણી દરમિયાન ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો મામલો નથી, આ મામલો દેશભરના ડોક્ટરોની સુરક્ષાનો છે. કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. દિલ્હી મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુઓ મોટુ કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરી છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે બંગાળ પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો કોઈ કાર્યક્રમમાં 500 લોકોને આમંત્રિત કરવા હોય તો આપણે તેની તૈયારી કરવી પડશે. 7 હજાર લોકો લાકડીઓ લઈને હોસ્પિટલમાં આવે છે, તે પોલીસની જાણ વગર શક્ય નથી.
આ પણ વાંચો :-