Friday, Oct 24, 2025

નાસિકમાં એક દૂધનું ટેન્કર 200 ફૂટ ઉંડી કોતરમાં પડી જતા પાંચ લોકોના મોત

1 Min Read

મહારાષ્ટ્રના નાસિકમાં રવિવારે એક ભયાનક અકસ્માતને કારણે દૂધનું ટેન્કર ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત નવીન કસારા ઘાટ પાસે થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે દૂધ વહન કરતું ટેન્કર નાશિક જિલ્લાના સિન્નરથી મુંબઈ જઈ રહ્યું હતું. નાસિક-મુંબઈ હાઈવે પર ન્યૂ કસારા ઘાટ વિસ્તારમાં રવિવારે બપોરે ઊંડી ખાઈમાં પડી ગયા હતા. ટેન્કર 200 થી 250 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દુર્ઘટનાની માહિતી મળતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. દોરડાની મદદથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના જવાનોએ નીચે ઉતરીને ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને ખાઈમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કસારા ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article