વિશ્વ થોડા સમય પહેલા જ કોરોનાના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે લોકમાં ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર પણ કરી દીધી છે. આરોગ્ય એજન્સીએ તેને ‘ગ્રેડ 3 ઈમરજન્સી’ તરીકે વર્ગીકૃત કર્યું છે જેનો અર્થ એ થાય છે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આફ્રિકાની બહાર પાકિસ્તાન એવો બીજો દેશ છે કે જ્યાં મંકીપોક્સ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. હવે WHOની ચિંતા વધી છે.
મંકીપોક્સને એમપોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આ વાયરસ ઘણા દેશોમાં ફેલાઈ ચુક્યો છે. આ એક રોગ છે જે ઓર્થોપોક્સ વાયરસ જીન્સને લગતો છે. 1958 માં વાંદરાઓમાં આ રોગ પ્રથમવાર ઓળખવામાં આવ્યો હતો. આ પછી તે માણસોમાં ફેલાવા લાગ્યો.
પાકિસ્તાની ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ એવું જણાવ્યું કે, જે વ્યક્તિને મંકીપોક્સ હોવાની જાણ થઈ છે. તેવ્યક્તિ દીર શહેરનો રહેવાસી હતો અને હાલમાં તે મર્દાનમાં રહે છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, 3 ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત ફર્યા પછી ચેપગ્રસ્ત વ્યક્તિને એમપોક્સ હોવાનું નિદાન થયું હતું.
આ રોગમાં તાવ આવવો, સ્નાયુઓમાં દુખાવો અને ચામડી પર મોટા ફોડલા જેવા જખમ થાય છે જે 2 થી 4 અઠવાડિયા સુધી રહી શકે છે. મંકીપોક્સનો પ્રથમ માનવ કેસ 1970માં કોંગોમાં નોંધાયો હતો અને ત્યારથી વાયરસનો પ્રકોપ ચાલુ રહ્યો છે. હાલ કોંગોમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે, જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં 27,000 કેસ નોંધાયા છે અને 1,100 થી વધુ મૃત્યુ થયા છે, જેમાં મુખ્યત્વે બાળકોનો સમવેશ થાય છે.
આ પણ વાંચો :-