Sunday, Sep 14, 2025

દર્દીઓના ‘ભગવાન’ હડતાલ ઉપર જતાં તબીબી સેવાઓ ઠપ્‍પ

3 Min Read

કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્‍ટરની હત્‍યા અને બળાત્‍કારના વિરોધમાં ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશનએ આજે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં ૨૪ કલાકની હડતાળનું આહ્વાન કર્યું છે. ૨૪ કલાકનો દેશવ્‍યાપી કામ બંધ અને ડોકટરો દ્વારા બોલાવવામાં આવેલ વિરોધ પ્રદર્શન શનિવારે સવારે શરૂ થયો હતો. તબીબી સંસ્‍થાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે અને અકસ્‍માત વોર્ડ કાર્યરત રહેશે. બહારના દર્દીઓના વિભાગો (OPD) કાર્ય કરશે નહીં અને વૈકલ્‍પિક શષાક્રિયાઓ કરવામાં આવશે નહીં.ડોક્‍ટરોની હડતાળને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.હડતાલ સજ્જડ હોવાનું જાણવા મળે છે. દેશભરમાં તબીબી સેવાઓ ઠપ્‍પ થઇ ગઇ છે.

કોલકતામાં મહિલા તબીબ પર દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત : તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ ; દર્દીઓને હાલાકી - Voice Of Day

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં ૮મી અને ૯મી ઓગસ્‍ટની રાત્રે એક મહિલા ડૉક્‍ટર સાથે થયેલી નિર્દયતા અને નિર્દયતા પછી દેશના ખૂણે-ખૂણે ન્‍યાયની હાકલ બુલંદ બની રહી છે. દરેક શહેરમાં, દરેક શેરીઓમાં, ડૉક્‍ટરો તેમના સાથીના બળાત્‍કાર અને હત્‍યા પછી ન્‍યાયની માંગ કરી રહ્યા છે. ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્‍ટર પર બળાત્‍કાર અને હત્‍યા અને ત્‍યારપછીની તોડફોડના વિરોધમાં આજે દેશવ્‍યાપી પ્રદર્શનનું આહવાન કર્યું છે.

IMAએ તમામ હોસ્‍પિટલોમાં સવારે ૬ વાગ્‍યાથી ૨૪ કલાક માટે નોન-ઇમરજન્‍સી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્‍થાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે અને અકસ્‍માત વોર્ડ કાર્યરત રહેશે. અગાઉ દિવસે, FORDA (ફેડરેશન ઓફ રેસિડેન્‍ટ ડોક્‍ટર્સ એસોસિએશન) એ પણ હડતાળની જાહેરાત કરી હતી. અંતર્ગત ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા રાજ્‍યભરના ડોક્‍ટર્સ ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવશે. સાથે જ સવારે રેલી અને સાંજે કેન્‍ડલ માર્ચનું પણ આયોજન ડોક્‍ટર્સ દ્વારા કરાયું છે. બીજી તરફ ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ આ ઘટનાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે.

એક તરફ કલકત્તાની ઘટના પછી દેશભરના તબીબોમાં રોષ ફાટી નીકળ્‍યો છે. દેશભરમાં ડોક્‍ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પીડિતાને ન્‍યાય મળે તે માટે અને જવાબદારોને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્‍યારે ઇન્‍ડીયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ડોક્‍ટરોએ આજે સવારે છ વાગ્‍યાથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્‍યા સુધી ઓપીડી સેવા બંધ રાખવાનું એલાન આપ્‍યું છે. એટલે કે ૨૪ કલાક સુધી બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેને લઈને ઈમરજન્‍સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

IMAએ કહ્યું છે કે, આવશ્‍યક સેવાઓ શરુ રાખવામાં આવશે અને ઈમરજન્‍સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે. IMAએ જણાવ્‍યું હતું કે, બાહ્ય રોગ વિભાગમાં (OPD) સેવાઓ બંધ રહેશે અને વૈકલ્‍પિક સર્જરી કરવામાં આવશે નહીં. કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં આચરવામાં આવેલા દુષ્‍કર્મ અને સ્‍વતંત્રતા દિવસની (બુધવારની રાત્રે) પૂર્વસંધ્‍યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે ભારતીય મેડિકલ એસોસિએશને આવતી કાલે (૧૭ ઓગસ્‍ટ) હડતાળનું આહવાન કર્યું છે. જેમાં ૧૭મી ઓગસ્‍ટે સવારે ૬ વાગ્‍યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્‍ટરો ૧૮ ઓગસ્‍ટના રોજ સવારે ૬ વાગ્‍યા સુધી ૨૪ કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article