મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર લગભગ 10થી વધુ મિસાઇલો છોડી છે. ઇઝરાયેલની સેના IDFએ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, ગઇકાલે રાત્રે લેબનોનથી અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું કે, તેમણે ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. જેમાંથી મોટાભાગની મિસાઈલો ખુલ્લા મેદાનમાં પડી હતી, જેના કારણે કોઈ જાન-માલને નુકસાન થયું નથી.
આ હુમલા બાદ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઈલ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ સાથે વાત કરી અને તેમને કહ્યું કે, તેમણે મદદ માટે બે જહાજો અને સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રક્ષા મંત્રી ઓસ્ટીને અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વમાં હથિયારોની સપ્લાય વધારવા માટે કહ્યું છે.
ઇઝરાયેલ પર હિઝબુલ્લાહના હુમલા બાદ, યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઈઝરાયલની મદદ માટે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન મોકલી છે.
તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. ઈરાને આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારથી, ગાઝા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ તણાવ ઘણો વધી ગયો છે.
આ પણ વાંચો :-