રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મોનેટરી પોલિસી કમિટી(MPC)એ રેપો રેટ સતત નવમી વખત 6.5% પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો 4:2 બહુમતીથી નિર્ણય લીધો હતો. પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 6.75% પર રહે છે.

RBI ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે ફરી એકવાર રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારની રચના થયા બાદ આ MPCની પ્રથમ બેઠક અને એકંદરે 50મી બેઠક હતી. રેપો રેટ એક જ રહેવાનો અર્થ એ છે કે તમારી લોનના હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. તેના ઘટાડાને કારણે, તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનના હપ્તા ઘટે છે. RBIએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. પછી તેમાં 0.25% થી 6.50% વધારો કરવામાં આવ્યો.
દાસે જણાવ્યું હતું કે કમિટીએ વૃદ્ધિ અને ટેકાના ભાવની સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. એપ્રિલ-મેમાં કોર ફુગાવો સ્થિર રહ્યા બાદ જૂનમાં તે ઝડપી બન્યો હતો. ત્રીજા કવાર્ટરમાં ફુગાવો ઘટવાની ધારણા છે. વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ અસમાન વિસ્તરણ દર્શાવે છે. કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકોએ તેમના નીતિગત વલણને કડક બનાવ્યું છે. વસ્તીવિષયક પરિવર્તન, ભૌગોલિક રાજકીય તણાવ અને સરકારોનું વધતું દેવું નવા પડકારો સર્જી રહ્યા છે.
ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથના અંદાજમાં ફેરફાર કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં હવે પ્રથમ ક્વાર્ટર(Q1)માં GDP ગ્રોથ 7.3 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો છે. તે બીજા ક્વાર્ટર(Q2) માટે 7.2 ટકા, ત્રીજા ક્વાર્ટર(Q3) માટે 7.3 ટકા અને ચોથા ક્વાર્ટર(Q4) માટે 7.2 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટર(Q1)માં GDP ગ્રોથ 7.2 ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		