પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે.
વિનેશ ફોગાટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે, આ ખૂબ જ નિરાશાજનક છે કે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, જે 50 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી તેને વજન વધારે હોવાને કારણે મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે થયું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
ગોલ્ડ મેડલ મેચમાંથી ગેરલાયક ઠરેલી વિનેશ ફોગાટ હવે ન તો ગોલ્ડ મેડલ જીતી શકશે કે ન તો સિલ્વર, 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું છે. હવે આ કેટેગરીમાં માત્ર બે કુસ્તીબાજોને મેડલ આપવામાં આવશે, જેમાંથી એક USAના કુસ્તીબાજ હશે જેણે ગોલ્ડ મેડલ જીત્યો અને બીજો બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ હશે.
વિનેશ ફોગાટને કોઈ મેડલ નહીં મળે. આ પહેલીવાર નથી જ્યારે વિનેશ ફોગાટે 50 કિગ્રા કેટેગરીમાં ક્વોલિફાય થવા માટે વધુ વજનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય કારણ કે અગાઉ તે 53 કિગ્રા કેટેગરીમાં ભાગ લેતી હતી. અગાઉ, તેણીને ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તેણી ખૂબ જ સાંકડા માર્જિનથી સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો :-