Sunday, Sep 14, 2025

બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારી વતન પરત

2 Min Read

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકાવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા-જુદા સ્થળો પર હિંસક ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનાઓથી છેલ્લા બે દિવસમાં લગભગ 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે આ સમગ્ર હિંસક ઘટનામાં 300થી વધુ બાંગ્લાદેશ લોકો માર્યા ગયા છે. આ ઘટનાઓને જોતાં ઢાકા જતી ઘણી ભારતીય એરલાઇન્સ બંધ કરી દેવાઈ હતી, જે આજથી ફરીથી શરૂ થઈ રહી છે.

300 'નેરો-બોડી' વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન | chitralekha

મળતી માહિતી અનુસાર બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ઢાકાથી 199 મુસાફરો અને 6 નવજાતને લઈને દિલ્હી એરપોર્ટ પહોંચી છે. જેમાં 190 લોકો ભારતીય દૂતાવાસના કર્મચારી સામેલ છે. બાંગ્લાદેશમાં ખરાબ સ્થિતિની વચ્ચે લગભગ 15 હજાર ભારતીય ત્યાં ફસાયેલા છે. આ ભારતીયોને સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર ઢાકાના સંપર્કમાં છે. કાલે એર ઈન્ડિયા અને આજે IndiGo અને Vistara ની એર સર્વિસ શરૂ થવાથી ત્યાં ફસાયેલા ભારતીયો ટૂંક સમયમાં જ પોતાના વતન પાછા આવી શકે છે. વતન વાપસીનું કાર્ય શરૂ થઈ ચૂક્યો છે.

આ સિવાય લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ સૈફુલ આલમને વિદેશ મંત્રાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ મોજીબુર રહેમાનને GOC આર્મી ટ્રેનિંગ અને ડોક્ટ્રિન કમાન્ડ નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ અહેમદ તબરેઝ શમ્સ ચૌધરીને આર્મીના ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ISPR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લેફ્ટનન્ટ જનરલ મિજાનુર શમીમને બાંગ્લાદેશ આર્મીના ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ શાહીનુલ હકને એનડીસીના કમાન્ડન્ટ અને મેજર જનરલ એએસએમ રિદવાનુર રહેમાનને એનટીએમસીના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article