વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં આજે તા: ૦૩/૦૮/૨૪ના રોજ ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ ધુમાડા વગરની રસોઈ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રકારની નવી રસોઈ વ્યવસ્થાથી પર્યાવરણનો બગાડ અટકાવી શકાય, ગેસ, કેરોસીન, ઇલેક્ટ્રિસિટી, લાકડા વગેરે બચાવી શકાય. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન હતા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ શ્રી ડૉ કિશોરસિંહ એન ચાવડા અને અતિથિ વિશેષ હતા યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો રમેશદાન ગઢવી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકારત્વ વિભાગના વડા ડૉ ભરતભાઈ ઠાકોરની રાહબારીમાં કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિભાગના સ્નાતક, અનુસ્નાતક અને સ્નાતકોતર ડિપ્લોમાના ૧૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ સ્પર્ધામાં કુલ ૧૨ વિદ્યાર્થીઓની બનેલી કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ટીમ ૧માં યશ્વી, ટીયા અને માનસી એમ કુલ ત્રણ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થતો હતો. ટીમ ૨માં ડેલ્સી શાહ, નીરજ અને મહાવીર રાઠિ એમ કુલ ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ટીમ ૩માં હેનીલ સિસોદિયા અને વંશીકા દેવાસી એમ બે વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ટીમ ૪માં સાહિલ, નેહા અને જિનાલીનો એમ કુલ ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જ્યારે અંતિમ ટીમ ૫માં એક વિદ્યાર્થીની હિમાંશીનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા આરજે ઉત્સવ રાવલે નિભાવી હતી. તેમણે સ્પર્ધાના અંતે વિજેતા ટીમોના નામ જાહેર કર્યા હતા. જેમાં પ્રથમ ક્રમે ટીમ એક, બીજા ક્રમે ટીમ બે અને ત્રીજા ક્રમે ટીમ પાંચ રહી હતી.
આ પણ વાંચો :-