ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગ ઇવેન્ટમાં અત્યાર સુધીમાં તમામ મેડલ જીત્યા છે, ત્યારે બેડમિન્ટનમાં પણ મેડલ જીતવાની આશા છે. મેન્સ સિંગલ્સમાં ભાગ લઈ રહેલા 22 વર્ષીય ભારતીય ખેલાડી લક્ષ્ય સેનની ગ્રુપ સ્ટેજથી લઈને ક્વાર્ટર ફાઈનલ સુધીની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે.
હવે બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેના ખેલાડીને હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જો કે લક્ષ્ય માટે આ મેચ બિલકુલ આસાન નથી જેમાં હવે તેનો મુકાબલો ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ડેનિશ ખેલાડી વિક્ટર એક્સેલસન સામે થશે. 2 ઓગસ્ટના રોજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેના ચાઉ તિયાન ચેન સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ લક્ષ્ય સેને આગામી બે સેટમાં શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી હતી.
બેડમિન્ટનની ક્વાર્ટર ફાઈનલ મેચમાં શટલર લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે થયો હતો. આ મેચમાં તેણે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો છે. આ સાથે લક્ષ્ય સેન ઓલિમ્પિકમાં બેડમિન્ટન ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર બની ગયો છે. લક્ષ્યે આ મેચની શરૂઆતમાં લીડ મેળવી હતી, પરંતુ આ પછી ચાઉ ટિએન ચેને વાપસી કરી અને કેટલાક મહત્વપૂર્ણ પોઈન્ટ બનાવ્યા હતા. અંતે લક્ષ્યે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને સેટ તેમજ મેચ જીતી લીધી.
લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં 4 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર, બપોરે 12 વાગ્યે તેની સેમિફાઇનલ મેચ રમશે. તેનો મુકાબલો બેડમિન્ટનની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક વિક્ટર એક્સેલસન સાથે થશે, જેણે આ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની તમામ મેચો માત્ર 2 સેટમાં પૂરી કરી છે. વિક્ટર એક્સેલસેને ટોક્યોમાં રમાયેલી છેલ્લી ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો :-