સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્તાની નજીક પાણી ભરેલા ખાડામાં ખાબકીને ઝાડ સાથે અથડાઈ હતી. એ દરમિયાન 40 જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. ઘટનાને પગલે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો દોડી આવ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને બારીના કાચ તોડીને બહાર કાઢયા હતા.

સુરતનાં નરથાણગામ નજીક આવેલી મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામનાં બાળકોને સ્કૂલ લઈને જઈ રહી હતી. દરમિયાન, દાંડી રોડ પર આવેલ સાકેત ચોકડી પર સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. સ્કૂલ બસ રસ્તા પર પડેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માત સમયે બસમાં 30 થી 40 વિદ્યાર્થીઓ બેઠા હતા. અકસ્માતને પગલે સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા.
દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી. જેથી બસના કાચ તોડીને બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. મોટી જાનહાની ટળી હતી. જો કે સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો હતો. અમૂક તો આ ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતાં રોષભેર જોવા મળ્યા હતા.
સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકોએ બસમાં બેસેલા તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. તમામ વિદ્યાર્થી બસમાંથી બહાર આવી જતાં સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકોને હાશકારો થયો હતો.
આ પણ વાંચો :-