આજે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે, BSE સેન્સેક્સ ૭૦૮ પોઈન્ટ ઘટીને ૮૧૧૫૮ પર ખુલ્યો હતો. જયારે NSE નિફટી પણ ૨૨૧ પોઈન્ટ ઘટીને ૨૪૭૮૯ પર ખુલ્યો. તમને જણાવી દઈએ કે પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ પરના તમામ શેરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.
સ્થાનિક શેરબજારમાં હવે ઘટાડાની ખૂબ જ સંભાવના છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે (૧ ઓગસ્ટ ૨૦૨૪), નિફટી અને સેન્સેક્સ બંને તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતા. જયારે નિફટી ૨૫૦૦૦ને પાર કરી ગયો હતો, તો સેન્સેક્સ ૮૨૦૦૦ને પાર કરી ગયો હતો.
આજે નિફટી અને સેન્સેક્સ તીવ્ર નીચા ખુલ્યા, બેન્કિંગ, ઓટો, આઈટી અને એનર્જી શેરો દ્વારા નીચે ખેંચાયા. દરમિયાન, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. ૪.૨૬ લાખ કરોડનો ઘટાડો થયો હતો, જે કુલ રૂ. ૪૫૭.૩૬ લાખ કરોડ પર પહોંચ્યો હતો.
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને કરેક્શનના માહોલ વચ્ચે આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં રોકાણકારોની મૂડી રૂ. 3.23 લાખ કરોડ ઘટી હતી. સેન્સેક્સ પેકની 3744 શેર્સ પૈકી 1446 શેર્સ સુધારા તરફી અને 2138 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 187 શેર્સ વર્ષની ટોચે અને 21 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 211 શેર્સમાં અપર સર્કિટ અને 180 શર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
આ પણ વાંચો :-