ભારતીય પેડલર મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. 32ના રાઉન્ડમાં મનિકા બત્રાનો સામનો ફ્રેન્ચ પેડલર પૃથિકા પવાડ સામે થયો હતો. માણિકાએ પવાડને ક્લીન સ્વીપ કર્યુ, જે બાદ તેણે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવનારી મનિકા બત્રા પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે. આ જીતમાં એક ખાસ વાત એ હતી કે મનિકા બત્રા વર્લ્ડ રેન્કિંગમાં 28માં સ્થાને છે અને પૃથિકા પવાડ રેન્કિંગમાં મણિકા કરતાં દસ સ્થાન ઉપર છે.
ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઈતિહાસ સર્જનાર મનિકા બત્રા દિલ્હીની રહેવાસી છે. ઓલિમ્પિક સુધીની તેની આખી સફર ઐતિહાસિક રહી છે. મનિકાએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત માટે મેડલ જીત્યો છે. આથી ઓલિમ્પિકમાં પણ તેની પાસે ભારતને વધુ આશા છે. એવા હવે લોકોને મનિકા બત્રા કોણ છે અને તેની ઓલિમ્પિક સુધીની સફર કેવી રહી તે જાણવાની ઉત્સુકતા છે.
14 જૂન 1995ના રોજ દિલ્હીમાં મનિકા બત્રાનો જન્મ થયો હતો. તેણે 4 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તે શાળા અને ઘરે બંને જગ્યાએ ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરતી હતી. માત્ર 7 વર્ષની ઉંમરે મનિકાએ અંડર-8 કેટેગરીમાં સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ જીતી હતી. આ પછી તે દિલ્હીની સર્વશ્રેષ્ઠ ખેલાડી બની. જ્યારે મનિકાએ અહીંથી પોતાની સફર શરૂ કરી ત્યારે તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
મનિકા બત્રાએ ઈતિહાસ રચ્યો છે અને પેરિસ ઓલિમ્પિક-2024માં રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. મનિકાએ ટેબલ ટેનિસ સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ફ્રાન્સની પ્રિતિકા પાવડને હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મણિકા ટેબલ ટેનિસમાં રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મેચની 37મી મિનિટે મનિકાએ ફ્રેન્ચ ખેલાડી સામે 11-9, 11-6, 11-9, 11-7થી જીત મેળવી હતી. હવે મનિકાનો મુકાબલો મહિલા સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં 8મી ક્રમાંકિત જાપાની ખેલાડી મિયુ હિરાનો અથવા ચીનની ખેલાડી ઝુ ચેંગઝુ સામે થશે.
આ પણ વાંચો :-