ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ પૂરક પરિણામો જાહેર કર્યા છે. GSEB SSC પુરક પરીક્ષાઓ માટે નોંધણી કરાવનારા 1,28,337 વિદ્યાર્થીઓમાંથી 1,04,429 એ પરીક્ષા આપી હતી. તેમાંથી 29,542 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. આ પરિણામમાં પાસની ટકાવારી 28.29% છે.

મળતી માહિતી પ્રમાણે ધોરણ 10મા (એસએસસી) અને ધોરણ 12મા (એચએસસી) જનરલ અને વોકેશનલ બંને સ્ટ્રીમના પૂરક પરિણામો બોર્ડની અધિકૃત વેબસાઇટ – gseb.org પર ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ, gseb.org પર જોઈ શકે છે. તમારી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સીધી લિંકનો ઉપયોગ કરો.
કેવી રીતે જોઈ શકાશે ધો.10-12નું પરિણામ?
- સૌથી પહેલા GSEBની વેબસાઈટ https://gseb.org/ પર જાઓ.
- આ બાદ GSEB 10th / 12th Repeater Result લિંક પર ક્લિક કરો.
- અહીં આપેલી ફીલ્ડમાં તમારો રોલ નંબર નાખો.
- વિગતો સબમિટ કરો.
- ગુજરાત બોર્ડ 10/12 નું પરિણામ મોબાઈલ સ્ક્રીન પર દેખાશે.
- પરિણામની PDF ડાઉનલોડ કરીને સાચવી રાખો.
શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ધો. 10, ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા શરૂ કરાઈ હતી. આ પરીક્ષા માટે 238,030 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વખતે ધો.10માં વિદ્યાર્થીઓને બે વિષયની જગ્યાએ ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપવાની તક મળી હતી. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એક વિષયના બદલે બે વિષય સુધી પરીક્ષા આપવાની તક મળી હતી.
આ પણ વાંચો :-