ભારતીય શેરબજાર સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 1304.38 પોઈન્ટ તૂટ્યા બાદ આજે મોર્નિંગ સેશનમાં 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24500નું લેવલ વટાવી 24634.35 થયો હતો. બાદમાં બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1249.09 પોઈન્ટ ઉછળ્યો હતો. 2.14 વાગ્યે 1146 પોઈન્ટ ઉછાળે 81 હજારનું લેવલ ક્રોસ કરી ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24818.15ની ઈન્ટ્રા ડે હાઈ સપાટી બનાવી સર્વોચ્ચ ટોચ નજીક પહોંચ્યો હતો. 2.15 વાગ્યે નિફ્ટી 387.90 પોઈન્ટ ઉછળી 24794 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 6.73 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે 299 શેર્સ વર્ષની ટોચે અને 418 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. એલેમ્બિક લિ., અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, ક્રોમ્પટન, એમરલેન્ડ, એરિસ ફાર્મા, ફોર્ટિસ, એમએમટીસી સહિતના શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા.
વેલ્યુએશનની વાત કરીએ તો લાર્જકેપ્સ ખૂબ મૂલ્યવાન છે અને લાંબા ગાળાના રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે. જોકે આ વિસંગતતાનો લાભ ઉઠાવીને વિદેશી ફંડો ફરીથી વેચવાલી કરતા બની ગયા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના સેલિંગ મેળ ખાતી હોવા છતાં આગળ જતાં લાર્જકેપ્સ પર વધુ દબાણ લાવી શકે છે.
આ પણ વાંચો :-