અમેરિકાની લિઝા રોથ નામની મહિલા સાથે દિલ્હીનો 33 વર્ષીય ઠગ લક્ષ્ય વિજ ગેમ રમી ગયો છે. ચોથી જુલાઈ 2023ના રોજ અમેરિકામાં રહેતી લિઝા રોથની વાત વ્યક્તિ સાથે થઈ હતી. તે વ્યક્તિએ પોતાની ઓળખ માઈક્રોસોફ્ટના એજન્ટ તરીકે આપી હતી. તેણે લિઝાને કહ્યું કે એક ક્રિપ્ટોકરન્સી વોલેટમાં તમે ચાર લાખ ડોલર જમા કરાવી દો. આ એક ઈન્વેસ્ટમેન્ટ છે તેમાં તમને બહુ રિટર્ન મળશે.
![]()
હકીકતમાં, 4 જુલાઈ, 2023ના રોજ, CBIએ એક અમેરિકન મહિલા સાથે ચાર લાખ US ડોલરની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. આરોપ એવો હતો કે, કોઈએ માઈક્રોસોફ્ટના એજન્ટ હોવાનો દાવો કરીને લિસા રોથ નામની મહિલાને ફોન કર્યો અને તેને ક્રિપ્ટોકરન્સી વોલેટમાં 4 લાખ US ડોલર ટ્રાન્સફર કરાવી લીધા.
CBIની FIR પ્રમાણે લિઝા રોથના લેપટોપને હેક કરવામાં આવ્યું હતું અને તેની સ્ક્રીન પર એક ફોન નંબર આવ્યો હતો. લિઝાએ સામેથી ફોન લગાવ્યો ત્યારે વ્યક્તિએ કહ્યું કે હું માઈક્રોસોફ્ટનો એજન્ટ છું. તેણે તેને ચાર લાખ ડોલર ટ્રાન્સફર કરવા કહ્યું હતું. અમુક દિવસ પછી લિઝાએ પોતાનું ક્રિપ્ટો એકાઉન્ટ જોયું તો તે ખાલી હતું અને તેણે આ અંગે અમેરિકન પોલીસમાં ફરિયાદ કરી. આ કેસના મૂળ ભારત સુધી પહોંચતા હતા તેથી કેસની વિગત ભારતને સોંપવામાં આવી અને આખો મામલો સીબીઆઈના હાથમાં આવ્યો.
આ પણ વાંચો :-