Friday, Oct 24, 2025

નીતિશ કુમાર ફરી પોતાનું ભાન ભૂલ્યા, વિધાનસભામાં મહિલા ધારાસભ્યો પર ગુસ્સે થયા

2 Min Read

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે ફરી એકવાર વિધાનસભામાં પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. ચોમાસુ સત્રના ત્રીજા દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહમાં જાતિ આધારિત વસતી ગણતરી અંગે સ્પષ્ટતા આપી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ હંગામો કર્યો હતો. ત્યારબાદ સીએમ નીતિશ કુમાર ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે ગૃહમાં RJDના મહિલા ધારાસભ્ય રેખા દેવી પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેમને કહ્યું કે, ‘અરે મહિલા છો, તમને કંઈ ખબર નથી’. નીતિશ કુમારના આ નિવેદન પર ગૃહમાં હોબાળો મચી ગયો હતો. જોકે, આ પહેલી વખત નથી કે, મહિલાઓને લઈને નીતિશ કુમારની જીભ લપસી ગઈ હોય.

पॉपुलेशन कंट्रोल पर विधानसभा में नीतीश कुमार ने दिया अजीबो-गरीब बयान, विपक्ष ने मचाया बवाल, कहा- बिगड़ गया है दिमाग | VIDEO

આ પછી પણ જ્યારે આરજેડીના ધારાસભ્યો હંગામો કરતા રહ્યા ત્યારે નીતિશ કુમારે કહ્યું કે શું થયું. સાંભળશો નહીં. અમે તો સંભળાવીશું. નીતિશ કુમારે કહ્યું હતું કે અમે તો બધા માટે નક્કી કરી લીધું છે કે તેમને આરક્ષણ મળે. અમે આરક્ષણની સીમાને વધારીને 50થી 75 કરી દીધી છે.

આરજેડી સહિત વિપક્ષી પાર્ટીઓએ તેમના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. રેખા દેવીએ કહ્યું હબતું કે તેઓ આપણા બધાના મુખ્યમંત્રી છે, પરંતુ તેમની બોલવાની પોતાની રીત હોવી જોઈએ. તમે સ્ત્રીની વાત કરો છો. રેખા દેવીએ કહ્યું, ‘મહિલા સાથે વાત કરવાની એક રીત હોય છે, પરંતુ મુખ્યમંત્રી એ રસ્તો ભૂલી ગયા છે. સ્ત્રી શું છે, છેવટે તે કંઈ નથી. પૃથ્વી માતા કોણ છે? સ્ત્રીને કહો કે તે કંઈપણ જાણતી નથી. સ્ત્રી કેવી રીતે આવી? દરેક ઘરમાં માતા, બહેન અને પુત્રી હોય છે. રેખા દેવીએ નીતિશ કુમાર પાસે માફીની માગ કરી હતી.

ફેબ્રુઆરી 2024માં નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને NDAમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ વિધાનસભાના સત્રમાં RJDના ધારાસભ્યો નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સૂત્રોચ્ચારથી નારાજ થઈને નીતિશ કુમારે પોતાના વિરુદ્ધ જ મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article