Saturday, Sep 13, 2025

બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ પરત ફર્યા

2 Min Read

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

Swadesh News

હાઈ કમિશન અને મદદનીશ હાઈ કમિશન દ્વારા ભારત બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ બોર્ડર સાથે સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર સલામત મુસાફરીની સુવિધા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. MEA ભારતીય નાગરિકો માટે સરળ માર્ગ સુનિશ્ચિત કરવા નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને BSF સત્તાવાળાઓ સાથે પણ સંકલન કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલય પડોશી દેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના અનુસાર, બાંગ્લાદેશમાં 8,500 વિદ્યાર્થીઓ સહિત અંદાજે 15,000 ભારતીય હતા. જ્યારે ભારતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પોતાના દેશની સ્થિતિને લઈ ચિંતિત છે.

બંગાળી અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે, વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને, એએફપીએ અલગથી જણાવ્યું હતું કે, શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.

આ પણ વાંચો :-

Share This Article