નગરપાલિકાઓના ચીફ ઓફિસરની બદલીની વિગતો સામે આવી છે.. લગભગ 11 જેટલી નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી કરાઇ છે..રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ બદલીની કાર્યવાહી હાથ ધરાઇ છે.. ચાલો નજર કરીએ કઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરી તેમને કઇ નગરપાલિકામાં નિયુક્ત કરાયા છે.

- નવનીત પટેલ હાલ પાલનપુરની GULM, ગાંધીનગર બદલી કરવામાં આવી
- હરેશ બ્રહ્મભટ્ટ હાલ RCM, ગાંધીનગરની RCM, અમદાવાદ બદલી કરવામાં આવી
- યોગેશ ગણાત્રા હાલ ડાકોરની ખંભાત બદલી કરવામાં આવી
- મનન ચતુર્વેદી હાલ જંબુસરની પોરબંદર-છાયા બદલી કરવામાં આવી
- પરાક્રમસિંહ મકવાણા હાલ સુત્રાપાડાની શિહોર બદલી કરવામાં આવી
- દિગ્વિજય પ્રજાપતિ હાલ ખેરાલુની ગઢડા બદલી કરવામાં આવી
- પ્રેરક પટેલ હાલ ગઢડાની ખેરાલુ બદલી કરવામાં આવી
- ભાવના ગોસ્વામી હાલ ચલાલાની જાફરાબાદ બદલી કરવામાં આવી
- બ્રીજરાજસિંહ વાળા હાલ ધંધુકાની બારેજા બદલી કરવામાં આવી
- વિશાલ પટેલ હાલ બારેજાની ધંધુકા બદલી કરવામાં આવી
- મયુર જોષી હાલ બાયડ પોસ્ટીંગની રાહમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે .કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-