નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ નરેન્દ્ર મોદી 3.0 સરકારનું સામાન્ય બજેટ 2024 રજૂ કરશે. દરેક વ્યક્તિ બજેટ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ લાંબા સમયથી ટેક્સમાં છૂટની અપેક્ષા રાખી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 થી 12 લાખના પગારદારને ટેક્સમાં રાહત મળી શકે છે. હાલમાં આ સ્લેબમાં 15 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર તે સ્લેબ ઘટાડવાની યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
જો આ જાહેરાત થશે તો મધ્યમ વર્ગને મોટું પ્રોત્સાહન મળશે. કારણ કે સરકાર પહેલાથી જ 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલતી નથી. જ્યારે મધ્યમ વર્ગને લઈને એવી માંગ કરવામાં આવી હતી કે તેને રાહત આપવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા સમયથી આવકવેરાના મોરચે કોઈ રાહત મળી નથી. જો કે, સૂત્રોનું એમ પણ કહેવું છે કે તમામ રાહતદરે ફેરફારો નવા ટેક્સ સિસ્ટમમાં જ થશે.
સૂત્રોનું કહેવું છે કે બજેટમાં ક્યાં તો ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકાય છે અથવા તો સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી શકાય છે. હાલમાં, કરદાતાઓને રૂ. 50,000 સુધીના પ્રમાણભૂત કપાતનો લાભ મળે છે. જો કે બજેટની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હલવાની વિધિ પણ કરવામાં આવી છે. બજેટની પ્રિન્ટિંગ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો :-