બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું લો પ્રેશરે ચક્રવાતનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગે તાજેતરના બુલેટિનમાં જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયું છે. ડિપ્રેશન હાલમાં ગોપાલપુરથી લગભગ 130 કિમી પૂર્વમાં કેન્દ્રિત છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને શનિવારે બપોરે પુરી નજીક ઓડિશાના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે. આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે.
ડિપ્રેશન શનિવારે સવારે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને પુરી નજીક ઓડિશાના દરિયાકાંઠે પાર થવાની આગાહી છે. તે પછી તે ઓડિશા અને છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. ત્યારપછી આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે નબળું પડશે. બુલેટિનમાં જણાવાયું છે કે સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે, જેના કારણે શુક્રવાર રાતથી રાજ્યના દરિયાકાંઠા, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
IMDએ કહ્યું છે કે મુશળધાર વરસાદનો આ સમયગાળો શનિવાર સાંજ સુધી ચાલુ રહી શકે છે. નવીનતમ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાને કારણે પશ્ચિમ ઓડિશામાં મંગળવાર સુધી ભારે વરસાદની અપેક્ષા છે. બુલેટિને વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર અને પશ્ચિમ ઓડિશામાં ફરીથી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં ઉત્તર ઓડિશા પર ચક્રવાતની હાજરીને કારણે અપર મહાનદી, બૈતરાની, બ્રહ્મણી, બુધબાલંગા અને સુબર્ણરેખા જેવી મોટી નદીઓમાં પૂર આવવાની શકયતા છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 19 અને 20 જુલાઈના રોજ, ઉત્તર-પશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ, ઓડિશાના દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું અનુમાન છે આ પછી તે ધીમે ધીમે ઘટશે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે 19મી જુલાઈ અને 20મી જુલાઈની રાત્રિ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન ખેડવાની સલાહ આપી છે.
આ પણ વાંચો :-