Thursday, Oct 30, 2025

પેરિસ ઓલિમ્પિકમાં ૧૧૭ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

1 Min Read

૧૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી વચ્ચે યોજાનારા પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪માં કુલ ૧૧૭ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાથે જ ૧૪૦ના સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલયે મંગળવારે અંતિમ ટુકડીને મંજૂરી આપી હતી. ખેલાડીઓના જૂથમાં ૪૭ મહિલાઓ અને ૭૦ પુરૂષોનો સમાવેશ થાય છે. મંજૂર કરાયેલા સપોર્ટ સ્ટાફમાંથી, ૬૭ને ગેમ્સ વિલેજમાં આવાસ આપવામાં આવશે. જ્યારે બાકીનાને હોટેલ્સ અને ગેમ્સ વિલેજની બહારના સ્થળોએ રાખવામાં આવશે.

સૌથી વધુ ૧૮ જેટલા સહાયક કર્મચારીઓ શૂટર્સની સાથે રહેશે. જ્યારે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ માટે, ૧૭ સપોર્ટ સ્ટાફને મંજૂરી આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, છ કુસ્તીબાજો (પાંચ મહિલા અને એક પુરુષ) માટે ૧૮ સપોર્ટ સ્ટાફના જૂથને મંજૂરી આપવામાં આવી છે.

જો કે, ૧૧૭ એથ્લેટ્સની સૂચિમાંથી એક નોંધપાત્ર ગેરહાજર નામ શોટ પટર આભા કઠુઆનું હતું. તેણે વર્લ્ડ રેન્કિંગ ક્વોટા દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવ્યું હતું. કઠુઆના નામની બાદબાકી કેમ કરવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :-

Share This Article