રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં ૧.૭૫ લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં ૫ લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી ૫.૫૦ લાખ ફીને બદલે હવે ૩.૭૫ લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી ૧૭ લાખ ફીને બદલે હવે ૧૨ લાખ ફી રહેશે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની ૧૩ મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની ૭૫ ટકા એટલે કે ૧૫૦૦ સીટ પર ૩.૪૦ લાખથી વધારી ૫.૫૦ લાખ ફી જાહેર કરી હતી. મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી ૯.૭૫ લાખથી વધારી ૧૭ લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી ૨૨ હજાર યુ.એસ. ડોલરથી વધારી ૨૫ હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. તેમજ એનઆરઆઈ ક્વોટાની વાર્ષિક ફી ૨૨ હજાર યુ.એસ. ડોલરથી વધારી ૨૫ હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.
મેડિકલના મોટાભાગના વિદ્યાર્થી ઓછી ફીના લીધે જ વિદેશ ભણવા જાય છે. કારણ કે અહીંની ફી પોસાય તેમ નથી. બીજું કે હવે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એકદમ સરળ બની છે વિદ્યાર્થી ૨૪થી ૪૮ કલાક દરમિયાન વિશ્વના ગમે તે દેશમાં જઈ શકે છે. આપણે ત્યાં મેડિકલમાં ત્રણ પ્રકારે કોલેજ છે જેમાં પ્રથમ સરકારી જેમાં ફી એકદમ ઓછી હોય છે, બીજી સેમિ ગવર્નમેન્ટ જેમાં ફી ખાનગી કોલેજ કરતાં ઓછી હોય છે અને ત્રીજી ખાનગી મેડિકલ કોલેજ જેમાં ફીનું ધોરણ ખૂબ ઊંચું હોય છે. ગુજરાતમાં આશરે ૮૦ લાખમાં MBBS થાય છે જ્યારે વિદેશમાં ૨૫થી ૩૦ લાખમાં હોસ્ટેલ ફી સહિત બધા ખર્ચા સાથે થઇ જાય છે.
MBBSની ફીમાં વધારાનો NSUI દ્વારા વિરોધ રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારાનો NSUI દ્વારા ૧૨ જુલાઈ ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા પણ લાગ્યા હતા. NSUIના વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો :-