નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. મળતી માહિતી મુજબ, મધ્ય નેપાળમાં મદન-અશ્રિત હાઈવે પર આજે શુક્રવારે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ ૬૩ મુસાફરોને લઈને જય રહેલી બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં ૭ ભારતીયોના મૃત્યુ થયા છે. જ્યારે ૫૦થી વધુ લોકો ગુમ થયાં હોવાની માહિતી છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ પણ પ્રશાસનને મદદ કરી હતી. પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ ૬૩ લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હતી.
મળતી માહિતી મુજબ, બીરગંજથી કાઠમંડુ જઈ રહેલી એક બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સાત ભારતીયોના મોત થયા હતા. રોડ વિભાગે નારાયણઘાટ કાઠમંડુ રોડ સેક્શનને ૧૫ દિવસ માટે બંધ કરી દીધી હતી. પરંતુ આ પછી પણ ટ્રાફિક સેવા પૂર્વવત થઇ છે. વાસ્તવમાં નેપાળમાં અતિશય વરસાદને કારણે અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.
આ પણ વાંચો :-