ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુધર્મ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
જામીન અરજીની સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.આમ પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે હવે તેમણે જેલમાં રહેવું પડશે.૧ જુલાઈની મોડી રાતના ચાર વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં. કેટલાંક પોસ્ટર પર કાળો સ્પ્રે માર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એસીપી, કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત સાત લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના ૨૦૦થી ૨૫૦ જેટલા અને ભાજપના ૧૫૦-૨૦૦ કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં અલગ-અલગ કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો :-