Thursday, Oct 23, 2025

મુંબઈ પાણી-પાણી! ભારે વરસાદને કારણે રસ્તાઓ-રેલવેના પાટાઓ પાણીમાં ડૂબ્યા

2 Min Read

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડતાં હાલત દયનીય થઈ ગઇ છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે અને વાહનવ્યહારને પણ માઠી અસર થઇ છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આટલું જ નહીં મુંબઈના અનેક મુખ્ય રેલવે સ્ટેશનોએ પણ પાટા ડૂબી ગયા હતા જેના પગલે ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી. લગભગ ૬ કલાકના સમયગાળામાં જ ૧૧થી ૧૨ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.

મુંબઈમાં રાત્રે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહી રહ્યું છે. ઓફિસ જવા માટે લોકો ઘરની બહાર નીકળ્યા ત્યારે પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વે ટ્રેક પર પણ વરસાદી પાણી ભરાતાં લોકલ ટ્રેનોની ગતિ પણ ધીમી થઈ ગઈ છે. વરસાદ અને પાણી ભરાવાને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં આજે શાળા-કોલેજો બંધ છે. કેટલીક જગ્યાએ માત્ર સવારની શાળામાં રજા જાહેર કરાઈ છે.

mumbai-due-to-heavy-rain-severe-waterlogging-trains-are-cansel-imd-alert-weather-forecast-359325

BMC અનુસાર ગત રાત્રિના મુંબઈ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ૩૦૦ મિમીથી વધારે વરસાદ નોંધાયો. મધ્ય રેલ્વેએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો પણ રદ્દ કરી દેવામાં આવી છે. વિલ પાર્લે બાજુ પરિશ્ર્ચમી એક્સપ્રેસ હાઈવે પર વરસાદને કારણે ટ્રાફિક જામના સામાચાર પણ સામે આવ્યા છે.આ દરમિયાન પરિશ્ર્ચમી રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે માટુંગા રોડ અને દાદર વચ્ચે પાણી રેલ્વે ટ્રેકની ઉપર ભરાઈ ગયું હોવાથી લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે.

આ પણ વાંચો :-

Share This Article