NEET UG કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. MBBS, BDS સહિતના ઘણા અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ કરવામાં નહીં આવે. જો કે, NEET UG કાઉન્સેલિંગનું આયોજન કરનારી મેડિકલ કાઉન્સિલ કમિશન તરફથી હજુ સુધી કાઉન્સેલિંગને મુલતવી રાખવા પાછળનું કારણ જણાવ્યું નથી. કમિશન ટૂંક સમયમાં નોટિસ જારી કરીને આ બાબતે માહિતી આપી શકે છે.
NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયા ૬ જુલાઈ ૨૦૨૪ શરૂ થવાની હતી. હવે MCC તરફથી આગામી આદેશ સુધી કાઉન્સેલિંગ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીઓ ૮ જુલાઈએ NEET UG પર કોર્ટની સુનાવણીની રાહ જોવા માંગે છે. સર્વોચ્ચ અદાલત ૮મી જુલાઈએ અનેક અરજીઓ પર સુનાવણી કરવાની છે, જેમાં ૫મી મેના રોજ યોજાયેલી NEET UG પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતી અરજીઓ પણ સામેલ છે.
મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET-UGમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે દેશમાં હોબાળો મચી ગયો છે. તપાસ એજન્સીઓ આની તપાસમાં વ્યસ્ત છે. આ કેસમાં ગુજરાત, બિહાર, ઝારખંડ સહિત અનેક જગ્યાએથી ધરપકડ પણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં લગભગ પોણા બે મહિનાના ઉનાળુ વેકેશન બાદ ૮ જુલાઈથી સામાન્ય કામકાજ ફરી શરૂ થઈ રહ્યું છે. આ સમયગાળામાં NEET UG પરિણામ ૨૦૨૪ સામે ઘણા વિદ્યાર્થીઓ અને કોચિંગ સંસ્થાઓએ અરજી કરી છે. સોમવારે પેપર લીક અને પરીક્ષા રદ કરવા અંગે ચર્ચા થશે. આમાંની કેટલીક અરજીઓમાં અરજદારોએ પેપર લીકનો આક્ષેપ કર્યો છે. તો કેટલાકે આખી પરીક્ષા જ દર કરીને મેડિકલ પ્રવેશ પરીક્ષાનું ફરીથી આયોજન કરવા વિનંતી કરી છે. કેટલાકે NTAની કાર્યપ્રણાલી તપાસવાની માગ કરી છે.
આ પણ વાંચો :-