ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મંગળવારે હાથરસમાં બનેલી ઘટનાની તપાસની માંગ કરવામાં આવી છે અને આ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સૂરજપાલ સિંહ ક્યારેય પણ પોતાના આયોજનોમાં પોલીસ પ્રશાસનની મદદ લેતા નથી. ભારે ભીડ એકઠી થાય તો પોતાના અનુયાયીઓને જ સુરક્ષા વ્યવસ્થામાં ઉભા કરી દે છે. આ ટીમને સૂરજપાલ સિંહે નારાયણી સેનાનું નામ આપ્યુ હતું. આ નારાયણી સેનામાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે. સૂરજપાલ સિંહ એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. તેણે દાવો કર્યો છે કે, તે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો, અને બાદમાં ઈન્ટેલિજન્સ યુનિટમાં ૧૮ વર્ષ સુધી સેવા આપી છે. તેમના સમર્થકોએ દાવો કર્યો છે કે, તે ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ કામ કરી ચૂક્યા છે.
મંગળવારના રોજ હાથરસ જિલ્લાના સિકંદરરૌ નગરના ફૂલરાઈ ગામમાં નારાયણ હરિ ઉર્ફે ભોલે બાબાનો માનવ મંગલ મિલન સદભાવના સમાગન નામથી સત્સંગ યોજાયો હતો. સત્સંગ પૂરો થતાં જ બાબાની કાર ભીડમાંથી પસાર થઈ, લોકો તેમની તરફ દોડ્યા. આ નાસભાગમાં લોકો એકબીજાની ઉપર પડવા લાગ્યા. વરસાદના કારણે થયેલા કાદવ-કીચડને કારણે પણ સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ઘાયલોને હાથરસ, એટાહ અને અલીગઢ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દરેકને ૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આજે યોગી આદિત્યનાથ પોતે હાથરસ પહોંચી રહ્યા છે.
યુપીના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે પુષ્ટિ કરી છે કે, હાથરસ સત્સંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૩૮ લોકોના મોત થયા છે. આ સિવાય અલીગઢ, આગ્રા અને એટાહમાં ૨૨ ઘાયલોની સારવાર ચાલી રહી છે. કહ્યું કે તપાસમાં એ પણ બહાર આવવું જોઈએ કે શું થયું કે અકસ્માતમાં વધુ લોકો માર્યા ગયા અને ઓછા ઘાયલ થયા. સરકારે આ મામલાની તપાસ એડીજી અને ડિવિઝનલ કમિશનરને સોંપી છે.
આ પણ વાંચો :-