Sunday, Sep 14, 2025

માતાએ દીકરાની અસ્થિમાથી ટેટૂ ચીતરાવ્યું

2 Min Read

રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. વેકશનની મજા માણવા માટે આવેલા બાળકો, તેમના માતા-પિતા સહિત ગેમઝોનના કર્મચારીઓ કુલ ૨૭ લોકો આ દુર્ઘટનામાં બળીને ભડથું થઈ ગયા હતા. આ દુર્ઘટનાને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં મૃતકોના સ્વજનોની આંખોમાંથી આંસુ સૂકાય રહ્યા નથી. ત્યારે આજે રાજકોટમાંથી સામે આવેલા એક બનાવ વિશે જાણીને તમારી આંખો પણ ભરાઈ આવશે. વાસ્તવમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દીકરાની યાદમાં માતાએ દીકરાની રાખ સાહિમાં ભેળવીને તેની તસવીર પોતાના હાથમાં ચિતરાવી છે.

રાજકોટના નિર્મલા રોડ પર રહેતા રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ ૧૨) તેમના મામા, માસા-માસી, તેમના દીકરા-દીકરી સહિત ૧૦ જેટલા લોકો સાથે ૨૫ મે ૨૦૨૪ના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે ગેમ રમવા માટે ગયા હતા. ઘરેથી હસતા મોઢે નીકળેલ રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.

જ્યારે ગેમઝોનમાં તેઓ ઉપરના માળે ટ્રેમ્પોલિંગ ગેમ રમતાં હતાં. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં રાજભાની સાથે સાથે તેમના મામા ઓમદેવસિંહ ગોહિલ, માસા વિરેન્દ્રસિંહ જાડેજા, માસાનો દીકરો ભાઈ ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, માસાની ભત્રીજી દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ ૫ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article