ઉત્તર પ્રદેશના ઝોનપુરમાં STFએ એનકાઉન્ટરમાં ૧ લાખ રૂપિયાના ઈનામી બદમાશને ઠાર મરાયો છે. STF અને SOGના સંયુક્ત ઓપરેશનમાં જાણીતા બદમાશ સુમિત ઉર્ફ મોનૂ ચવન્ની માર્યો ગયો છે. ચવન્ની પર ઝોનપુર, ગાઝીપુર, બલિયા, મઉ સહિત બિહારામાં પણ કુલ ૨૩ કેસ નોંધાયેલા હતા. તેના પર હત્યાના પણ ઘણા આરોપ હતા. બદમાશ પાસેથી AK-૪૭ રાઈફલ અને ૯mm પિસ્ટલ મળી આવી છે. મળતી માહિતી મુજબ, બદલાપુરની પીલી નદી પાસે જ્યારે STFએ બદમાશ ચવન્નીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે પોલીસની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધી.

STFના જવાનોએ આત્મસુરક્ષામાં જવાબી ફાયરિંગ કરી, ત્યારબાદ તેને ગોળી લાગી ગઈ. ત્યારબાદ ચવન્નીને લઈને પોલીસ હૉસ્પિટલ પહોંચી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, મોનૂ ચવન્ની પૈસા લઈને હત્યા કરવા સિવાય બિહારના ચર્ચિત માફિયા શાહબુદ્દીન અને અન્ય ગેંગ માટે કામ કરી ચૂક્યો હતો.
મળતી માહિતી અનુસાર મોનૂ ચવન્ની પૈસા લઇને હત્યા કરવા સિવાય બિહારના ચર્ચિત માફિયા શહાબુદ્દીન અને અન્ય ગ્રુપ માટે પણ કામ કરી ચુક્યો હતો. રિપોર્ટ અનુસાર ૧ લાખનો ઈનામી બદમાશ ૨ ડઝનથી વધુ ઘટનાઓમાં સામેલ હતો અને તેનો ગુનાહિત ઇતિહાસ હતો. મોનૂ ચવન્ની મઉનો રહેવાસી હતો. આ એનકાઉન્ટરને STF અધિકારી DK શાહી અને તેમની ટીમે અંજામ આપ્યું છે. જો કે, આ દરમિયાન ચવન્નીના ૨ સાથી ઘટનાસ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા. તેમની શોધખોળ માટે આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :-