કેન્દ્રશાસિત પ્રદેશ લદાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સૈન્યના અધિકારીઓના જણાવ્યાનુસાર જવાનો લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જળસ્તર વધી જતાં ટેન્ક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં પાંચ જવાન શહીદ થઇ ગયાના અહેવાલ છે.

દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો અને અહીં સેનાની ઘણી ટેન્કો હાજર હતી. આ સમય દરમિયાન, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે T-૭૨ ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ દરમિયાન જ્યારે એક ટેન્કે નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનકથી નદીનનો પ્રવાહ વધી ગયો અને ટેન્ક પાણીમાં તણાઈ ગઈ.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના સમયે ટેન્કમાં સેનાના પાંચ જવાન હાજર હતા. જેમાં એક JCO અને ચાર સૈનિકોનો સમાવેશ થાય છે. એક જવાનને શોધી કાઢવામાં આવ્યો છે, જ્યારે બાકીના ચારની શોધ ચાલુ છે. દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના નામ આરઆઈએસ એમ.આર કે રેડ્ડી, ડીએફઆર ભૂપેન્દ્ર નેગી, એલડી અકદુમ તૈયબ, હવાલદાર એ ખાન (૬૨૫૫ એફડી વર્કશોપ), સીએફએન નાગરાજ પી (એલઆરડબ્લ્યુ) છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		