Thursday, Oct 23, 2025

ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલી જળમંત્રી આતિશીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

2 Min Read

દિલ્હીમાં વધી રહેલા જળસંકટ વચ્ચે હરિયાણા પાસે પાણીની માગ સાથે છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ ઉતરેલા દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત બગડી છે. તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આતિશી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે અને આક્ષેપ કર્યો છે કે હરિયાણા દિલ્હીના હિસ્સાનું પાણી નથી આપી રહ્યું.

આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે આતિશીનું બ્લડ શુગર લેવલ અડધી રાત્રે ૪૩ પર આવી ગયું હતું અને સવારે ૩.૦૦ વાગ્યે ૩૬ પર પહોંચી ગયું હતું. બ્લડ સુગરનું આ સ્તર ચિંતાજનક છે, તેથી ડૉક્ટરોની સલાહ પર, તેમને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં આતિશી સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જતી જોવા મળી રહી છે.

દિલ્હીના મંત્રી શુક્રવારથી ઉપવાસ પર છે. અને તેમનું કહેવું છે કે ‘હરિયાણાથી દિલ્હીમાં લગભગ ૧૧૦ MGD ઓછું પાણી આવી રહ્યું છે. જેના કારણે દિલ્હીના લગભગ ૨૮ લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. હરિયાણાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ દિલ્હીને પાણી મળ્યું નથી.’ ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલી આતિશીની તબિયત લથડતા મોડી રાત્રે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘આતિશીનું બ્લડ શુગર લેવલ રાતથી ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેમના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે સુગર લેવલ ૪૬ હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો લેવલ 36 હોવાનું બહાર આવ્યું હતું. હાલ ડૉકટરો તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article