HomeNationalબિહારમાં વધુ એક પુલ ધરાશાયી, વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

Date:

Related stories

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...

Video : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો નોંધાયો

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક અને યુવતી સાથે મારપીટ...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...
spot_img

બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. થોડા દિવસો પહેલા બિહારના અરરિયામાં એક પુલ ધરાશાયી થયો હતો. આ પુલ બનાવવા માટે અંદાજે ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. બિહારમાં અવારનવાર નાના મોટા પુલ તૂટી પડવાના બનાવ બનતા હોય છે જેને કારણે પૈસાનું તો પાણી થાય જ છે ઉપરાંત લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. બિહારમાં થાંભલા ધોવાઇ જવાને કારણે અનેક પુલ તૂટી પડ્યાના દાખલા બન્યા છે.

સિવાનમાં પણ કેનાલ પર બનેલા પુલનો એક જ પિલર હતો અને તે જ પિલર ધોવાઈ જવાને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. અરરિયા જિલ્લાના સિક્તિ બ્લોક વિસ્તારમાં એક પુલ સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગયો હતો. આ પુલ અરરિયાના પડકિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. બકરા નદી પર બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પુલ અરરિયાના પડકિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. બકરા નદી પરના આ પુલના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એવું પણ સાંભળી શકાય છે કે બ્રિજ બન્યાને એક વર્ષ પણ નથી થયું. આ ઘટના બાદ લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર અને ખાતાકીય બેદરકારીના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે. બ્રિજની કિંમત ૧૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પાદરિયા બ્રિજના ૩ પિલર નદીમાં વહી ગયા, જેના કારણે પુલ તૂટી ગયો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories