Sunday, Sep 14, 2025

પેપર લીકના આરોપીઓની કબૂલાત, ‘એક રાત પહેલા પેપર મળ્યું, સૌથી મોટો ખુલાસો

3 Min Read

NEET-UG ૨૦૨૪ પરીક્ષા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થઈ. જસ્ટિસ વિક્રમ નાથ અને એસ વી એન ભાટીની બેન્ચે ચાર અરજીઓ ટ્રાન્સફર કરનારી એનટીએની અરજી પર સુનાવણી કરી. કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. એનટીએએ કહ્યું નોટિસ જારી કરો અને ૮ જુલાઈ સુધી જવાબ આપો અને પેન્ડિંગ પિટિશનની સાથે ટેગ કરો.

NEET પેપર લીકના મળ્યા પુરાવા, પટનાના વિદ્યાર્થીએ કબૂલ્યુ; રાતે જ મળ્યું  હતું પેપર - News Capital

હકીકતમાં, જ્યારે NEET પરીક્ષાનું પરિણામ ૪ જૂને આવ્યું ત્યારે પ્રથમ વખત ૬૭ વિદ્યાર્થીઓ ટોપર બન્યા હતા અને ૭૨૦માંથી ૭૨૦ માર્ક્સ મેળવ્યા હતા. ટોપર્સની યાદી જોયા બાદ NEET પરીક્ષામાં છેડછાડનો મુદ્દો ઉઠ્યો હતો. ૧૩ જૂનના રોજ NTAએ નિર્ણય લીધો હતો કે ગ્રેસ માર્કસવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓનો ગુસ્સો હજુ પણ અટક્યો નથી. બિહાર અને ગુજરાતમાંથી પેપર લીક થવાના સમાચારોએ NTAની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે, તેથી જ વિદ્યાર્થીઓ આ મામલે CBI તપાસની માંગ કરી રહ્યા છે. પેપરલીક કેસમાં પટના અને પંચમહાલમાંથી ઘણી ધરપકડ કરવામાં આવી છે. પટનામાં ૪ વિદ્યાર્થીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પેપર લીક થયું હતું અને પરીક્ષા પાસ કરાવવા માટે આ ટોળકીએ બાળકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. પંચમહાલમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી અને સાચા જવાબો ભરીને આન્સરશીટ જમા કરાવતી હતી.

વકીલે કહ્યું કે આ વિદ્યાર્થી મેઘાલય કેન્દ્રમાં હાજર થયા, તેમણે 45 મિનિટ ગુમાવી છે, તેમને ૧૫૬૩ વિદ્યાર્થીઓનો ભાગ હોવું જોઈએ જેથી તેમને પણ રી-નીટ એગ્ઝામ આપવાની તક મળે. આની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિયન અને NTA ને જવાબ આપવા દે. ૮ જુલાઈ સુધી જવાબ દાખલ કરવામાં આવે.

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે NEET-UG ૨૦૨૪ પરીક્ષા આયોજિત કરવામાં કોઈ પણ બેદરકારી વિરુદ્ધ આકરી કાર્યવાહીની જરૂરિયાત પર જોર આપ્યું. જસ્ટિસ વિક્રમ નાથ અને એસવીએન ભટ્ટીની વેકેશન બેન્ચે ટિપ્પણી કરી, જો કોઈ તરફથી ૦.૦૦૧ ટકા પણ બેદરકારી થઈ છે તો તેનાથી સંપૂર્ણપણે ઉકેલ મેળવવો જોઈએ. આ તમામ મામલાને પ્રતિકૂળ કેસબાજી તરીકે માનવો જોઈએ નહીં.

આ પણ વાંચો :-

Share This Article